એવો કુખ્યાત બુટલેગર જેનો તો કરોડનો તો માત્ર દારુ ઝડપાયો, પોલીસને હાથે લાગ્યો પછી તો….

આમ તો ગાંધીનાં ગુજરાતમાં તો દારૂબંધી છે, પરંતુ ગુજરાતનાં દરેક ગામમાં દારુ તો મળી જ જાય છે. આ દારુ પૂરો પાડનાર નાનાં મોટા બુટલેગરો હોય છે તેઓ અનેક વાર પોલીસનાં જાપ્તામાં આવી જાતાં હોય છે.

તમને ફોટોમાં દેખાતો પ્રથમ દ્રષ્ટિએ તો શિક્ષિત અને સારા ધરનો વેપારી લાગતો હશે પરંતુ તે એક મોટો શાતિર અને કહેવાય કે તે રીઢો ગુનેગાર છે. જેતપુર પોલીસે કરેલ દારુની રેડમાં આ શખ્સ પકડાયો હતો. હાલ આ શખ્સ ધોરાજી પોલીસની કસ્ટડીમાં છે.

ASP અને તેની ટિમ જેતપુરની બાપુની વાડીમાં તેને મળેલ માહિતીના આધારે રેડ કરતા અહીં આવેલ પંચદેવ કૃપા નામના મકાનમાંથી 550 પેટી અને 22 લાખ 47 હજાર 800 ની કિંમતનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો છે. જે જેતપુર પોલીસમાં લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી બારૈયાનો હોવાનું સામે આવ્યું હતું. દારૂના જથ્થા સાથે એક બુટલેગર કિશોર ઉર્ફે ટોનીને જેતપુર પોલીસે પકડી પાડેલ હતો. જે સાથે આ સ્થળ ઉપર અનિલ ઉર્ફે ડબલી અને ધીરેન કારીયા બંને હાજર હતા. જે પોલીસ અંગે માહિતી મળતા જ નાસી છુટ્યાં હતા.

જયારે 2020 માં વંથલીમાંથી 29 લાખ 40 હજાર 480 નો અને કેશોદમાંથી 62 લાખ 11 હજાર 200 નો જૂનાગઢ તાલુકામાંથી 44 લાખ 4 હજાર નો અને 2021 માં રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી 22 લખ 47 હજાર 800 નો પકડાયો છે. અત્યાર સુધીમાં આ એક જ બુટલેગરનાં નામનો 3 કરોડ 61 લાખ 2 હજાર 480 રૂપિયા જેટલો થાય છે..

સૌરાષ્ટ્ર અને ગુજરાતનો આ શાતિર બુટલેગર હાલ તો જેતપુર ડીવીજન પોલીસના કબજામાં છે ને કાયદાની ચુંગાલમાં છે પરંતુ થોડા સમયમાં જ તે પાછો જેલ અને કાયદાને હાથ તાળી આ ને ફરી બજારમાં આવી જશે અને ફરી પાછો તેના મૂળ ધંધા એટલે કે ગેરકાયદેસર દારૂ વેચવા લાગશે અને પ્યાસી ઓ સુધી દારૂ પહોંચાડશે. ગુજરાતમાં દારૂ બંધીને જાળવી રાખવા માટે સરકારે વધુ કડક કાયદા બનવવા પડે તેવી સ્થિતિ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.