મુંબઈમાં મેટ્રોનો નિમાઁણધીન ફલાઈઓવરનો એક ભાગ તૂટયો.. ૨૧ લોકો ધાયલ..

મુંબઈ બાંદ્ના કુલાઁ કોમ્પ્લેક્સ વિસ્તારમાં મેટ્રોના બાંધકામ હેઠળનાં ફલાય ઓવરનો એક ભાગ તૂટી પડ્યા બાદ મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત શુક્રવારે સવારે ૪.૪૦ વાગ્યાની આસપાસ થયો હતો. અત્યારે અહીં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે.

ડીસીપી મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે, “મુંબઈમાં બીકેસી મુખ્ય માર્ગ અને સાન્તાક્રુઝ -ચેમ્બુર લિંક રોડને જોડતા અંડર કન્સ્ટ્રક્શન ફલાય ઓવરનો એક ભાગ સવારે ૪:૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો.

મળતી માહિતી મુજબ શુક્રવારે વહેલી સવારે મેટ્રો બ્રિજ પર કામ ચાલી રહ્યું હતું. કેટલાંક કામદારો પુલ ઉપર કામ કરતા હતાં. ઉપર કામ કરતાં કામદારો બારને પકડીને કૂદી પડયાં જયારે પુલ તૂટી પડયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.