મહેસાણામાં અમેરિકા મોકલવાની લાલચમાં વધુ એક યુવક છેતરાયો હોવાનું સામે આવ્યું છે અને પ્રાથમિક વિગતો મુજબ આ યુવકને અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ 50 લાખ પડાવ્યા હતા. જોકે બાદમાં અમેરિકા નહીં મોકલતા એજન્ટે 50માંથી 5 લાખ જ પરત આપ્યા હતા જેથી બાકીના 45 લાખ પરત નહિ આપતા હવે બે ઈસમ વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણાના લીંચ ગામના દિનેશ પટેલને પોતાના દીકરાને અમેરિકા મોકલવાનો હોઇ બે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને આ તરફ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ ણામના ઇસમોએ દિનેશભાઈ પટેલને વિશ્વાસમાં લઈ લીધા બાદ તેમના દીકરાને અમેરિકા મોકલવા માટે 50 લાખ પડાવ્યા હતા. જોકે કોઈ કારણથી તેમના દીકરાને અમેરિકા નહીં મોકલતા તેઓએ પૈસા પરત માંગ્યા હતા.
આ દરમ્યાન દિનેશભાઈ પટેલે આરોપીઓ પાસે 50 લાખ પરત માંગતા તેમણે માત્ર 5 લાખ જ પરત આપ્યા હતા. જોકે બાકીના 45 લાખ પરત નહીં આપતા આખરે કંટાળી તેમણે આરોપીઓ સામે 45 લાખની છેતરપિંડીની લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જેથી લાંઘણજ પોલીસ મથકના એસ.બી.ઝાલાએ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી હતી. આ અંગેની માહિતી તેમણે ભારતના હાઈ કમિશનને આપી હતી અને જે બાદ ભારતના હાઈકમિશને જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.