થરાદ નજીક ની ચેકપોસ્ટ પાસેથી ૨૪ ગ્રામ મેફેડ્રોન સાથે એક રાજસ્થાની યુવક ઝડપાયો

થરાદ શહેર અને પંથકમાં છેલ્લા કેટલાક સમયથી યુવાધન નશીલા ડ્રગ્ઝનું સેવન કરીને બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું હોવા અંગે ની જાણકારી થરાદના એ.એસ.પી. પુજા યાદવને મળી હતી. આથી તેમણે અંગત તપાસ કરતા આ કેફી દ્રવ્ય રાજસ્થાનથી આવતું હોવાનું જાણવા મળ્યું હતું.

આથી નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણને ડામી દેવા સારૂ વધુમાં વધુ કેસો કરવા કડક સુચનાને અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી અટકાવવા સતત પ્રયત્નશીલ બની હતી.

જે અન્વયે રવિવારે ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક ખાનગી ઇકો કારને ચેક કરતા અમરત ઉર્ફ અમૃતલાલ કરસનરામ દેવાસી (રબારી) ઉ.વ.૨૦ રહે.ભોળારી કુટી, સરવાણા તા.સાંચોર જિ.જાલોર રાજસ્થાનના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ ૨૪ ગ્રામ કિ.રૂા.૨,૪૦,૦૦૦ મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ કિ.રૂ.૩૦૦૦ તથા આધારકાર્ડ, પાન કાર્ડ,એ.ટી.એમ કાર્ડ જેવા દસ્તાવેજ તથા રોકડ રકમ રૂ.૧૫૩૦ મળી કુલ કિ.રૂ.૨,૪૪,૦૦૦ના મુદામાલ જપ્ત કરી અટકાયત કરી હતી.

આ મેફેડ્રોન ડ્રગ્સ પી.સી બિશ્નોઇ રહે.કુડા તા.સાંચોર રાજસ્થાન પાસેથી ખરીદીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું.પોલીસે શખસ સામે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રો પિક સબસ્ટન્સિઝ એકટ ૧૯૮૫ની કલમ- ૮(ઝ્ર), ૨૧(મ્), ૨૨(મ્), ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં જે.બી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ કર્મચારીઓ કરશનભાઇ, પ્રકાશભાઇ, દિપાભાઇ, રણજીતસિંહ, હડમતસિંહ પ્રતાપસિંહ જાેડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.