ગિરનારી લીલી પરિક્રમામાં રેકોર્ડ બ્રેક 15 લાખ પરિક્રમાથીઓ ઉમટી પડ્યા

ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે ત્રણ દિવસમાં 15 લાખ જેટલા ભાવિકો ઉમટી પડ્યા હતા જેમાંથી દસ લાખ ભાવિકો એ નળ પાણીની ઘોડી વટાવી હતી ત્યારે અન્ય યાત્રિકો હજુ રૂટ પર અને ભવનાથ તળેટી વિસ્તારમાં છે પરિક્રમા રૂટ પર આ વખતે અન્ન ક્ષેત્રોમાં પણ લાખો લોકોએ ભોજન પ્રસાદ નાસ્તો વગેરે લીધા હતા સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરી પરિક્રમાનો આરંભ કરવામાં આવ્યો હતો. આમ પરિક્રમા ને લઈને ગિરનાર પર ભારે ઘસારો જોવા મળ્યો હતો

News Detail

ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે ત્રણ દિવસમાં 15 લાખ જેટલા ભાવિકો ઉમટી પડ્યા હતા.જેમાંથી દસ લાખ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી હતી જ્યારે અન્ય યાત્રિકો હજુ રૂટ પર અને ભવનાથ તળેટી વિસ્તારમાં છે કોરોનાના બે વર્ષ પછી ઓણસાલ ગિરનારની 36 km ની પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે આજ રાત સુધીમાં દસ લાખ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી છે જેમાંથી છ લાખ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી ઘર તરફ વળ્યા છે જેને લઈને હજારો લોકો વતન તરફ જવા માટે જૂનાગઢના મુખ્ય બજારો માર્ગો રેલવેસ્ટેશન એસટીસ્ટેશન ખાનગી ટ્રાવેલિંગની ઓફિસોમાં ભીડ જોવા મળી હતી પરિક્રમા રૂટ પર આ વખતે અન્નક્ષેત્રોમાં લાખો લોકોએ ભોજન પ્રસાદ નાસ્તો ચા પાણી લીધા હતા જેને લઈને અવારનવાર આવશ્યક ચીઝ વસ્તુઓ મંગાવી પડી હતી હાલ ભવનાથ તળેટી વિસ્તારથી લઈને જીણાબાવાની મઢી માળવેલા સુરત દેવી સહિતના રૂટ પર આશરે ત્રણ લાખ લોકો હજુ રૂટ પર છે ગત રાતે ઇન્દ્રેશ્વર ગેટ પાસે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરી પરિક્રમાનનો આરંભ કરવામાં આવ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.