ઝારખંડના દેવઘરમાં રોપ-વે દુર્ઘટનાના લગભગ 40 કલાક પછી પણ બચાવ કામગીરી પૂર્ણ થઈ શકી નથી. હાલમાં 10 લોકો રોપ-વેની ટ્રોલીમાં ફસાયેલા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એરફોર્સના હેલિકોપ્ટરને પકડવાના પ્રયાસમાં એક યુવકનું પડી જવાથી મોત થયું હતું. અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રોપ-વે ચલાવતી દામોદર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજર મહેશ મહતોના જણાવ્યા અનુસાર રોપ-વે અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને જ્યારે 48 લોકો રોપ-વેમાં ફસાયા હતા. બચાવ દરમિયાન પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.
38 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ 10 લોકો ત્યાં ફસાયેલા છે.અને મહેશ મહતોના જણાવ્યા અનુસાર રાત પડવાને કારણે બચાવકાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું અને ત્યાં ફસાયેલા લોકોને ડ્રોન દ્વારા ખોરાક અને પાણી આપવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.