AAP માંથી ભાજપમા જોડાયેલા કોર્પોરેટરમાં ફફડાટ, ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

આમ આદમી પાર્ટી સુરતના સભ્યો અચાનક ભાજપમાં જોડાઈ જતા રાજકીય હડકંપ મચી ગયો છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરને હુમલો થવાનો ડર સતાવે છે. જેમાં આમ આદમી પાર્ટીના પક્ષપલટુ કોર્પોરેટરે પોલીસ બંદોબસ્તની માગ કરી છે. તેથી સરથાણા અને કાપોદ્રા ખાતે પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ભાજપમાં જોડાયેલા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને હવે એમના પર કોઈ હુમલો કરશે એવી બીક સતાવે છે અને આમ આદમી પાર્ટીમાંથી કુલ પાંચ કોર્પોરેટરે ભાજપને કેસરીયો ધારણ કર્યો છે.

જોકે, આ પક્ષપલટા બાદ સુરતમાં રાજકારણ ગરમાયું છે. આપના કાર્યકર્તાઓમાં રોષની લાગણી છે. જ્યારે સરથાણા અને કાપોદ્રા ખાતે સુરક્ષા હેતું પોલીસ જવાનોને ડયૂટી સોંપી દેવાઈ છે. અને પાંચમાંથી ત્રણ કોર્પોરેટરે તો 24 કલાક પોલીસ સુરક્ષાની માંગ કરી છે. જેમાંથી જાણવા મળ્યું છે કે, બે કોર્પોરેટર લગ્નમાં ગયા હોવાથી એમને પછીથી બંદોબસ્ત ફાળવાશે. આ કોર્પોરેટરે એવું કહ્યું છે કે, બાળકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત માગ્યો છે. સુરતમાંથી આમ આદમી પાર્ટના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ રાજકીય ચહલપહલ એકાએક તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી હવે પોતાના સભ્યોને સાચવવા માટે દોડધામ કરી રહી છે. બેઠકોનો ધમધમાટ અમદાવાદ સુધી પડધાઈ રહ્યો છે. ભાજપમાં જોડાયા બાદ પાંચેય કોર્પોરેટરે સુરત સિટીમાં આવવાનું જોખમ લીધું ન હતું. પણ શુક્રવારે સુરતમાં આવેલા પાંચેય કોર્પોરેટર પોલીસ બંદોબસ્ત સાથે જોવા મળ્યા હતા. આ પાંચેય કોર્પોરેટરના પૂતળાદહનના કાર્યક્રમ યોજાયા હતા. આ નગર સેવકોનું ઘર પણ આમ આદમી પાર્ટી સમર્થિત વિસ્તારમાં હોવાથી એમને હુમલાનો ભય સતાવે છે.

કોર્પોરેટરના ઘરની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વરાછા અને યોગીચોકમાં આ કોર્પોરેટરના પૂતળા બાળવામાં આવ્યા હતા. દરમિયાન શહેર ભાજપ સંગઠન સાથે પાંચેય નગરસેવકની મિટિંગ કાર્યાલયમાં થઈ હતી. શહેર પ્રમુખે પાંચેય નગરસેવકને મહાનગર પાલિકાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી લેવા આદેશ આપ્યો હતો. જોકે, ચૂંટણી આવે એ પહેલા જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડતા રાજકીય દોડધામ વધી ગઈ છે અને બીજી બાજું આમ આદમી પાર્ટી પરીક્ષા રદ્દ અને પોલીસ સામે આક્ષેપના અનેક મુદ્દા ઊઠાવી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.