મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે હત્યાના આરોપમાં મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આ પહેલા મહિલાના સાસુનું પણ મૃત્યુ થયું હતું અને તેણીને પણ રોગના એવા જ લક્ષણો હતા જે તેના પતિમાં જોવા મળ્યા હતા. હવે પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, કવિતાએ થોડા વર્ષો અગાઉ તેના પતિ કમલકાંતથી અલગ રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ પછી બાળકના ભવિષ્યને ટાંકીને તે સાંતાક્રુઝમાં તેના પતિના ઘરે પાછી આવી.
દરમિયાન, પહેલા કમલકાંતની માતાનું પેટની બિમારીથી અચાનક અવસાન થયું અને પછી થોડા મહિનાઓ પછી પતિ કમલકાંતને પણ પેટમાં દુખાવો થવા લાગ્યો અને તેમની તબિયત બગડી. હોસ્પિટલમાં રક્ત પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેના લોહીમાં આર્સેનિક અને થેલિયમનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું અને કોઈપણ માનવ શરીર માટે આ ધાતુઓને આ રીતે વધારવી અસામાન્ય છે.
દરમિયાન હોસ્પિટલમાં કમલકાંતનું મોત થયું હતું. આ કેસમાં શંકાના આધારે પોલીસે પહેલા એડીઆર નોંધી, પછી હત્યાનો કેસ નોંધ્યા બાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી અને તેણે મૃતક કમલકાંતની પત્ની કવિતા અને તેના પ્રેમી હિતેશ જૈનની ધરપકડ કરી છે.
કેસની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 9ના પોલીસ ઈન્સ્પેક્ટર સંજય ખટાલેના જણાવ્યા અનુસાર.
કમલકાંતના મેડિકલ રિપોર્ટ, કવિતા અને પરિવારના સભ્યોના નિવેદનની સાથે કમલકાંતના આહારને લગતી માહિતી પણ એકત્રિત કરવામાં આવી હતી ને ત્યારે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે શું કમલકાંતની માતાનું મોત પણ ઝેરના કારણે થયું હતું? કારણ કે તેના રોગના લક્ષણો કમલકાંતમાં જોવા મળતા લક્ષણો જેવા જ હતા ને મૃતક કમલકાંત અને તેની પત્ની કવિતાનો પ્રેમી હિતેશ જૈન બાળપણના મિત્રો હતા અને બંને વેપારી પરિવારના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.