ગુજરાત ટાઇટન્સમાં તોફાની ખેલાડીની ધમાકેદાર એન્ટ્રી, જે એકઝાટકે હાર્દિકની જેમ પલટી શકે છે બાજી

IPL 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનસી વાળી ગુજરાત ટાઈટન્સને હાલમાં જ એક મોટો ઝટકો લાગ્યો હતો અને જેમાં ઘુટણની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડની કેપ્ટન કેન વિલિયમસન આખી સીઝનથી બહાર થઈ ગયા છે. પરંતુ હવે રિપ્લેસમેન્ટની રીતે ટીમમાં એક શાનદાર પ્લેયર જોડાઈ ગયો છે.

આ ખેલાડી શ્રીલંકાઈ ટીમના સીમિત ઓવર્સ ફોર્મેટના કેપ્ટન દાસુન શનાક છે અને શનાકા ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની જેમ જ ઓલરાઉન્ડર છે. તે પોતાની બોલિંગ અને બેટિંગથી શાનદાર પ્રદર્શન કરે છે.

શનાકાની પાસે પંડ્યાની જેમ જ મેચ પલટવાની તાકાત પણ છે. તેમના ટીમમાં આવવાથી ગુજરાત ટાઈટન્સ વધારે મજબૂત થઈ જશે. શનાકાએ પોતાની છેલ્લી 5 મેચોમાં 8 વિકેટ લીધી છે અને સાથે જ આ 5 મેચોની 4 ઈનિંગમાં 115 રન પણ બનાવ્યા છે. એટલે કે આ પ્લેયર હાલ શાનદાર ફોર્મમાં પણ છે.

શનાકાએ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચોમાં 140 રન બનાવ્યા અને 13 વિકેટ લીધી છે. જ્યારે 50 વનડે મેચોમાં 26.14ના સરેરાશથી 1098 રન બનાવ્યા છે અને સાથે જ 17 વિકેટ પણ પોતાના નામે કરી છે. શનાકાએ અત્યાર સુધી 86 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં 1329 રન બનાવ્યા અને 25 વિકેટ લીધી છે.

જણાવી દઈએ કે IPLની શરૂઆત શુક્રવારે શાનદાર ઓપનિંગ સેરેમનીની સાથે થઈ અને ત્યાર બાદ થયેલા સીઝનના પહેલા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી હતી.

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ રિપ્લેન્સમેન્ટ માટે દાસુન શનાકાને તેમના બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયાની સાથે જ ટીમમાં શામેલ કર્યા છે અને હાલમાં જ ભારતીય ટીમના વિરૂદ્ધ ત્રણ ટી20 મેચોની સીઝનમાં દાસુન શનાકાએ 62ના સરેરાશ અને 187ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 124 રન બનાવ્યા હતા. તેના ઉપરાંત વન ડે સીરિઝમાં પણ તેમની ત્રણ ઈનિંગમાં કુલ 121 રન બનાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.