ગુજરાત (GUJARAT) રાજયનાં રાજકોટ-ગોંડલ (RAJKOT-GONDAL) નેશનલ હાઇવે (NATIONAL HIGHWAY) પર ગંભીર અકસ્માતનાં (ACCIDENT) અહેવાલ સામે આવ્યાં છે. દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના ધટનાસ્થળે જ અત્યંત દર્દનાક રીતે મોત નીપજ્યાં છે. અચાનક હાઈવે પર કારનું ટાયર ફાટતાં (CARS TIRE BURST) ફંગોળાઈને ડિવાઈડર કૂદીને સામેની તરફ રસ્તા પર આવતી એસટી બસ (ST BAS) સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ધટના એટલી દર્દનાક હતી કે કારનો સંપૂર્ણ ઉપરનો આખો ભાગ જ કપાઈ ગયો હતો. આ ધટનામાં ૫નાં મોત તો બે લોકો ગંભીર રીતે ધાયલ થતાં સરવાર અર્થ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મૃતકના નામની યાદી..
૧. અશ્ચિનભાઈ ગોંવિંદભાઈ ગઢીયા
૨.સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
૩.ધમિલભાઈ અશ્ચિનભાઈ ગઢીયા
૪. શારદાબેન ગોવિંદભાઈ ગઢીયા
૫. ઓળખ થઈ નથી.
અકસ્માતના એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહમત કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે ધટનાની જાણ થતાં ૧૦૮ સહિત હાઈવે ઓથોરિટીનો કાફલો દોડી આવ્યો હતો.
તો બીજી તરફ ગોંડલ તાલુકા પોલીસ પણ ધટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં સુરત ગઢીયા પરિવારમાં એક જ કુંટુંબનાં ત્રણ લોકો અને અન્ય બે લોકોનાં ધટના સ્થળે દર્દનાક મોત નીપજ્યાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.