જોતજોતામાં લોકોનું ટોળુ ધસી આવ્યું અને ટપલી દાવ શરૂ થઇ ગઈ
News Detail
અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક કથળી હોય તેવી નાની મોટી માર-મારીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલી એક ફરસાણની દુકાનમાં ગ્રાહક તરીકે આવેલા બે ઈસમોએ નાસ્તાની પૂછપરછ હાથ ધરી હતી. એટલામાં કોઈ બાબતે ચર્ચા ઉગ્ર બનતા બંને ગ્રાહક તરીકે આવેલા ઈસમો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ બંને યુવકો ઉશ્કેરાઈ જઈ ફરસાણની દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. દુકાનના કાચ અને ફર્નિચર તોડી નાખ્યું હતું. દુકાનના કાચ તોડી નાખતા દુકાનદારો તેમજ અહીં રહેલા લોકોએ બંન્ને યુવકોને ધીબી નાખ્યા હતા જેને લઇને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે, એકપછી એક ટોળુ વધતુ ગયું અને ટપલી દાવ શરૂ થયો ગયો હતો, જેને લઇને બંન્ને ઇસમોને થોડીવાર માટે એક રૂમમાં લઈ જવાયા હતા, ઘટનાને જાણ થતાં પોલિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંન્ને ઇસમને પોલિસ મથકે લઇ ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે બંને ઈસમો નશામાં હોય એવું જણાઈ આવ્યું હતું. ઘટનાને પગલે આસપાસના દુકાનદારો દોડી આવ્યા અને બંને તોફાની ઇસમોને પકડી પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.