સગરામપુરાના જાણીતા સામાજિક કાર્યકર્તા જગદીશ ચંદ્રએ તેની સ્વ.પત્નીની પૂણ્યતિથી નિમિત્તે તેમની સ્મૃત્તિમાં નવી સિવિલના ગાયનેક વોર્ડમાં 21 નવજાત બાળકોને બાળકીટ અર્પણ કરી હતી. જંગદીશચંદ્રએ મજુરા મિત્ર મંડળના સામાજિક કાર્યકર દિવ્યેશ પટેલના સંપર્કથી નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાનો સંપર્ક કરી બાળકો માટેની ઘોડિયું, ગોદડી, રૂમાલ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુની કીટ ભેટ આપી હતી..
આ પ્રસંગે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગના પ્રમુખ દિનેશ અગ્રવાલ સહિત નવી સિવલના અધિકારીઓ અને સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.