કાશ્મીરમાં બની એક અજીબ ઘટના આટલા મીટર સુધીના વિસ્તારમાં ગાયબ થઈ ગઈ નદી

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ નદી બ્રેન્ગીમાં અચાનક જ જમીન ધસતા એક ઊંડો સિંકહોલ બની ગયો હતો, જેના કારણે નદીનું પાણી સિંકહોલમાં પડવા લાગ્યું હતું.અને પાણી આ સિંકહોલમાં પડતા નદીના 500 મીટર સુધીનું પાણી ખતમ થઇ ગયું અને હજારો ટ્રાઉટ માછલીઓ પથ્થરો હોવાના કારણે ફસાઈ ગઈ હતી. આ પ્રાકૃતિક ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં નદીને લઈને આશંકાઓ નિર્માણ થઇ છે.

નદીમાં પાણી ઓછું થયા બાદ સ્થાનિક લોકોએ નદીના પથ્થરવાળા ભાગમાંથી ટ્રાઉટ માછલીઓને ભેગું કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ કહ્યું કે, નાની માછલીઓ હજુ પણ જીવંત છે, પણ જો પાણી આવી રીતે જ ઓછું થતું રહેશે, તો નાની માછલીઓની પણ જીવવાની શક્યતાઓ ઓછી થઇ જશે. અનંતનાગ જિલ્લાનો ફિશરીઝ વિભાગ પણ માછલીઓને બચાવવાના કામમાં લાગી ગયો છે અને તેણે ઘણા બધા લોકોને આ બચાવકાર્યમાં લગાવ્યું છે, છતાં પણ મોટી સંખ્યામાં ટ્રાઉટ માછલીઓ મૃત્યુ પામી છે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ વિસ્તારના ભૂગોળ વિશે જાણનાર એક્સપર્ટનું કહેવું છે કે, આ એક પ્રાકૃતિક ઘટના છે. તેનાથી લોકોને ગભરાવવાની જરૂર નથી.અને વિસ્તારમાં જમીનની નીચે ચૂનાના ડૂંગરોમાં પાણી ભરાવવાથી ઊંડો સિંકહોલ બન્યો છે. અનેક લોકોએ જણાવ્યું કે, આ જ જગ્યાએ અંદાજે 27 વર્ષ પહેલા પણ આવી જ ઘટના બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.