ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે વડવા ખડીયા કુવા પાસેથી ટુ વ્હીલર લઈને જઈ રહેલા આધેડને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીરઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. તાજેતરમાં જ હાઈકોર્ટે ડીજીપી આશિષ ભાટિયા સહિતનાઓને કડક શબ્દોમાં ટકોર કરતા કહ્યું હતું કે, તહેવારોમાં રખડતાં ઢોરને કારણે કોઈનું પણ મૃત્યુ કે ઈજા થવી જોઈએ નહીં. તેમ છતાં ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત્ત જોવા મળી રહી છે.
ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન રખડતા ઢોરે અનેક લોકોને અડફેડે લીધા હોવાના બનાવો સામે આવે છે. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ સવારે શહેરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશભાઈ નારણભાઇ વાઘેલા પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવી રહ્યા હતા. તે સમયે રખડતા ઢોરે તેઓને અડફેટે લીધા હતા. જેથી ઘટનાસ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું, આમ, દિવાળીના ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે વડવા ખડીયા કુવા પાસેથી ટુ વ્હીલર લઈને જઈ રહેલા આધેડને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીરઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.