વડોદરાના આજવા રોડ પર રહેતા ધોરણ 1 ના વિધાર્થીને કબૂતરનું ઈંડુ બતાવવાના બહાને પડોશીએ આચર્યું દુષ્કર્મ…..

શહેરના આજવા રોડ પર રહેતા ધો.1ના વિદ્યાર્થીને કબુતરનું ઈડુ બતાવવાના બહાને ઘરમાં બોલાવી એક સંતાનના પિતાએ દુષ્કર્મ કરતાં ચક્ચાર મચી છે અને માસુમ બાળક જેને મામો કહેતો હતો તેણે જ કંસ કરતા પણ ખરાબ કૃત્ય આચરતાં આસપાસના રહિશોમાં પણ રોષ જોવા મળ્યો હતો. બાપોદ પોલીસે વિદ્યાર્થીની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પ્રફુલ્લ સોલંકીની ધરપકડ કરી હતી.

આજવા રોડ પર રહેતી પરણીતા ગઈકાલે ગુરૂવાર હોવાથી મોડીસાંજે 7.15 વાગ્યે સગીર પુત્રી સાથે બાવામાનપુરાની દરગાહ પર ચાદર ચઢાવવા ગઈ હતી અને જ્યારે સગીર પુત્રી તેની માતાનો મોબાઈલ ફોન લઈ દરગાહની બહાર ઉભી હતી. દરમિયાન માતાના મોબાઈલ નંબર પર 6 વર્ષિય પુત્રનો ફોન આવ્યો હતો અને આ ફોન બહેને રિસીવ કરતાં તેણે કહ્યું કે, આપણી બાજુમાં રહેતા કાળિયા મામાએ કબુતરનું ઈંડુ આપવાના બહાને મને ઘરમાં લઈ જઈ ગંદુ કામ કર્યું છે. જેથી સગીરાએ તેની માતાને દરગાહમાંથી બહાર બોલાવી ધૃણાસ્પદ ઘટનાની જાણ કરી હતી. જેથી માતા-પુત્રી તાબડતોડ ઘરે દોડી આવ્યા હતા. તે સમયે ઘરમાં હાજર પુત્ર માતાને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.

માતાએ પુછપરછ કરતા તેણે રડતાં રડતાં કહ્યું કે, હું ઘરની બહાર રમતો હતો, ત્યારે સામે રહેતાં કાળિયો મામા ઘરની બહાર મોટા કબાટમાં કબુતર પાળતા હોઈ જોવા ગયો હતો અને તે વખતે કાળિયા મામા અહીં આવ તને કબૂતરનું ઈંડું બતાવું તેમ કહી ઘરમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે મારી સાથે ગંદુ કામ કરતાં ઉલ્ટીઓ થવા લાગી હતી. માસુમ પુત્રના મોંઢામાંથી નીકળેલા આ શબ્દો સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ ઘૃણાસ્પદ બનાવ અંગે વિદ્યાર્થીની માતાએ બાપોદ પોલીસ મથકે પ્રફુલ્લ અશોકભાઈ સોલંકી ઉર્ફે કાળિયો (ઉં.વ.33) વિરુદ્ધ IPC કલમ 763, 377 તથા પોક્સો એક્ટની કલમ-3 (A), 4 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી કાળિયાની ધરપકડ કરી હતી.

દુષ્કર્મનો ભોગ બનેલો વિદ્યાર્થી અને તેનો ભાઈ ઘરની બહાર રમતા હતા અને તે વખતે આરોપી પ્રફુલ્લ બે પૈકી 6 વર્ષિય વિદ્યાર્થીને ઘરમાં કબુતરનું ઈડુ બતાવવાના બહાને લઈ ગયો હતો. દરમિયાન તેની સાથે રમતો નોનો ભાઈ ઘરમાં આવી જતાં પ્રફુલ્લ ઉર્ફે કાળિયાએ તેને કબુતરનું ઈડુ આપી બહાર મોકલી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.