સોનાના ભાવમાં આવ્યો એકઝાટકે મોટો ઘટાડો, ભાવ વધે એ પહેલા ઝડપો સુનેરી તક……

સોનાનો ભાવ સ્થિર રહે તેવી વસ્તુ નથી તેના ભાવમાં દરરોજ વધઘટ થતી રહેતી હોય છે. છેલ્લા ઘણા ટાઈમથી સોનાના ભાવ 60 હજાર રુપિયાની આજુબાજુ રહ્યાં હતા પરંતુ હવે તેના ભાવ 60,000થી નીચે આવ્યાં છે અને તેથી જ ગોલ્ડ નિષ્ણાંતોએ લોકોને સોનું ખરીદી લેવાની સલાહ આપી છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન સોનાના રેકોર્ડમાં ઉછાળો થયો હતો અને તે અગાઉના મહિનામાં રૂ.61,800 સુધી પહોંચી ગયું હતું. જો કે હવે તેની કિંમતમાં 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. સોનાની કિંમતમાં ઘટાડો ડોલરની મજબૂતીના કારણે થયો છે. રિદ્ધિસિદ્ધિ બુલિયન્સના એમડી પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું હતું કે 13 જૂને યુએસ ફેડની બેઠક પૂર્વે સોનાના ભાવ 60,000ની નીચે છે. આવી સ્થિતિમાં ફેડની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અસર સોનાના ભાવ પર જોવા મળી શકે છે. એવી અટકળો છે કે ફેડ જૂનની બેઠકમાં વ્યાજ દર બંધ કરી શકે છે. યુએસ ફેડની બેઠકના રીઝલ્ટ સોનાના ભાવને અસર કરતા રેટમાં વધારા અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.