ચીખલી નજીકના સાદકપોર ગોલવાડ પાસે ચીખલી ખેરગામ માર્ગ પરથી ફડવેલ-ઉમરકુઈ માર્ગ પસાર થાય છે.અને ચીખલી ખેરગામ માર્ગ કે જે ધરપમુર થી મહારાષ્ટ્ર ને પણ જોડતો હોય ટ્રાફિક થી ધમધમતો રહે છે.આ દરમ્યાન આજે સવારે મળસ્કે ચારેક વાગ્યાના અરસામાં નાસિક થી શેરડી ભરીને વડોદરા તરફ જતો આઇસર ટેમ્પો નં:જીજે-૩૧-ટી-૮૮૫૮ પલ્ટી ગયો હતો.જોકે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા ન હતા.પરંતુ ટેમ્પાને મોટું નુકસાન થવા પામ્યું હતું.
સાદકપોર-ગોલવાડ ત્રણ રસ્તા ના જંકશન પાસે સામેથી આવતી કારને બચાવવા જતા ટેમ્પા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.
સાદકપોર-ગોલવાડ પાસે ચીખલી ખેરગામ માર્ગ પરથી ફડવેલ ઉમરકુઈ માર્ગ પસાર થાય છે.ત્યારે આ ત્રણ રસ્તાના જંકશન પાસે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક આઇલેન્ડ (સર્કલ) ના નિર્માણ ની માંગ ઉઠવા પામી છે.ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા આ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક આઇલેન્ડના નિર્માણ માટેનું આયોજન હાથ ધરવામાં આવે તેવી લાગણી આમજનતામાં જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.