પાટણ જીલ્લામાં ખોફનાક સીઝન એક પસી એક મડર કાયદો વ્યવસ્થા ચીથરે હાલ મોતનો સીલસીલો અથાવત વધુ એક મડર રાધનપુરમાં
News Detail
પાટણ જીલ્લામાં ખોફનાક સીઝન એક પસી એક મડર કાયદો વ્યવસ્થા ચીથરે હાલ મોતનો સીલસીલો અથાવત વધુ એક મડર રાધનપુરમાં પાટણ જિલ્લામાં થોડા થોડા સમયગાળામાં એટલે કે 10 દિવસમાં મર્ડર ની ત્રીજી ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા કથળી છે.થોડા સમય અગાઉ હરિજમાં રબારી યુવાનને ખુલ્લેઆમ છરી ના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી.આ ઘટના ને બે દિવસ વીત્યા નથી ત્યાંતો સાંતલપુર તાલુકાના ડાભી ઉનરોડ ગામે યુવાન ની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી.આ બાદ આજે રાધનપુર ના સવા સાત ના અરસામાં મારુતિ પ્લાઝા શોપિંગમાં યુવાન ની ફરી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે રાધનપુર મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરમા રવિવારની સાંજે 7 વાગ્યા ના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો હત્યારા એ ખુલ્લેઆમ છરી ઓ ના ઘા મારી યુવાનની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના મિત નામના યુવાને રાધનપુર વારાહી રોડ પર આવેલ મારુતિ પ્લાઝા માં કામ અર્થે ગયેલ હતો.તે સમયે કોઈ અદાવત માં હત્યારા એ અચાનક રતનપુરા ના યુવાનને છરી ના ઘા મારી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં જોવા મળતા લોકો ના ટોળા ની ભારે ભીડ જામી હતી હત્યારો તીક્ષણ હથિયાર મારી ફરાર થયો હતો.લોહી લુહાણ યુવાનને બનતા રાધનપુર સારવાર અર્થે મોકલી આપ્યો હતો.બાદ માં યુવાનની ગંભીર હાલત હોય વધુ સારવાર અર્થે મોકલતા યુવાને દમ તોડ્યો હતો.ઘટના બાદ પરિવાર ભાંગી પડ્યો છે.આમ ટૂંકા દિવસોમાં મર્ડર ની ત્રીજી ઘટના સામે આવતા સમાજમાં પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.