અરે.. આજે વહેલી પરોઢે ખેડામાં ગમખ્વાર અકસ્માત.. ચાર નાં તો ધટના સ્થળે મોત..

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે.તેવામાં આજે ખેડામાં માર્ગ અકસ્માત થયો છે. કપડવંજ ના કાવડ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.તેમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા અને એક વ્યક્તિ ઘાયલ થયો ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનામાં કારનો કુચ્ચો બોલી ગયો છે. વાહનો ટ્રેકિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે. આ કેસમાં કપડવંજ રૂરલ પોલીસ વધારે તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા એક વ્યક્તિને સારવાર માટે વાત્રક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આગળની તપાસ અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે કપડવંજ ખસેડવામાં આવ્યા છે.

આજે વહેલી સવારે કપડવંજ થી મોડાસા તરફના રોડ ઉપર ઓવર પેક કરવાની કોશિશમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

https://www.youtube.com/watch?v=IDHhHY32aUo

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.