અમદાવાદમાં SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રાત્રે વાગે ગંભીર અકસ્માત સર્જાતા ચકચાર મચી હતી અને ઓવર સ્પીડે આવી રહેલ કાર બ્રિજ પરથી પલટાઈ હતી. તેમાં અકસ્માતમાં ગાડીમાં સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમજ ક્રિટિકલ કન્ડિશનમાં ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે એસજી હાઇવે પર પુરઝડપે કાર ઝાયડ્સ બ્રિજ ઉતરતા સમયે પલટી મારીને 8 ફૂટ નીચે પટકાઈ હતી અને તેમાં સવાર એક યુવતી અને યુવક મુવી જોઈને ઘરે પરત જતા હતા. જેમાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. શહેરના એસજી હાઇવે પર રાત્રે ઓવર સ્પીડે આવી રહેલ કાર બ્રિજ પરથી પલટાઈ ગઇ હતી. તેમાં અકસ્માતમાં ગાડીમાં સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.