માળિયાના અણીયારી ટોલનાકા પાસે ટ્રકમાં વાંસની આડમાં છુપાવીને લઇ જવાતો ઈંગ્લીશ દારૂ અને બીયરનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે એલસીબી ટીમે ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૦૫૨ અને બીયર નંગ ૨૮૮૦ તેમજ ટ્રક સહીત ૩૩.૬૬ લાખના મુદમાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે તો અન્ય બેના નામો ખુલ્યા છે
News Detail
માળિયાના ટોલનાકા નજીકથી ૫૦૦૦ થી વધુ દારૂની બોટલ ભરેલ ટ્રક ઝડપાઈ
૫૦૦૦ થી વધુ દારૂની બોટલ અને ૨૮૮૦ બીયરનો જથ્થો જપ્ત
એલસીબી ટીમે ૩૩.૬૬ લાખના મુદામાલ સાથે એકને ઝડપી લીધો
માળિયાના અણીયારી ટોલનાકા પાસે ટ્રકમાં વાંસની આડમાં છુપાવીને લઇ જવાતો ઈંગ્લીશ દારૂ અને બીયરનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે એલસીબી ટીમે ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૦૫૨ અને બીયર નંગ ૨૮૮૦ તેમજ ટ્રક સહીત ૩૩.૬૬ લાખના મુદમાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે તો અન્ય બેના નામો ખુલ્યા છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન અણીયારી ટોલનાકેથી ટ્રક જીજે ૦૬ વીવી ૮૬૯૯ માં દારૂનો જથ્થો ભરીને નીકળવાની હોય જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક રોકવી ચાલકે રજુ કરેલ બિલ્ટી શંકાસ્પદ લાગતા ગાડીમાં ભરેલ વાસના બામ્બુ હટાવતા ટ્રકમાં ચોર ખાનું બનાવ્યું હોય જેમાં ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો સંતાડી રાખ્યો હતો જેથી પોલીસે ટ્રકમાં તલાશી લેતા કિંગ્સ ગોલ્ડ વ્હીસ્કી બોટલ નંગ ૧૧૬૪, મેગ્ડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ ૨૩૨૮, રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૧૫૬૦ અને ગીન્સબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર ટીન ૨૮૮૦ મળી આવતા એલસીબી ટીમે દારૂની ૪૨૧ પેટી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૫૦૫૨ અને બીયર સહીત ૨૧,૪૬,૮૦૦ તેમજ ટ્રક અને મોબાઈલ ફોન સહીત કુલ રૂ ૩૩,૬૬,૪૪૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
તેમજ ટ્રકચાલક આરોપી સોનારામ દુદારામ જાટ (ઉ.વ.૨૮) રહે બાડમેર રાજસ્થાન વાળાને દબોચી લીધો હતો તો અન્ય આરોપી શ્રવણરામ મઘારામ જાટ રહે બાડમેર રાજસ્થાન અને અરવિંદજી જાટ રહે જોધપુર રાજસ્થાન એમ બે આરોપીના નામો ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.