પાટણ જિલ્લાના રાધનપુરના મોટી પીપળી નજીક વહેલી સવારે દાડમ ભરેલ ટ્રકમાં આગ લાગી
News Detail
પાટણ જિલ્લાના રાધનપુરના મોટી પીપળી નજીક વહેલી સવારે દાડમ ભરેલ ટ્રકમાં આગ લાગી ભુજ થી બનારસ જતા આઇશર માં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાન. દિલ્હી કંડલા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા રાધનપુર તાલુકાના મોટી પીપળી નજીક શુક્રવારની વહેલી સવારે દાડમ ભરેલા આઇશર ટ્રકમાં અચાનક આગ લાગતા ચાલકે ગાડી ઊભી રાખી પોતાનો જીવ બચાવ્યો હતો.આગ લાગ્યાની જાણ થતા પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કચ્છ ના ભુજ ખાતે થી ન્યુ આલ્ફા રોડ લાઈનની આઇશર ટ્રકમાં દાડમ ના બોક્ષ ભરી ઉત્તર પ્રદેશના બનારસ ખાતે જવા રવાના થયેલ આઇશર ટ્રક સાંતલપુર તાલુકાના વારાહી પસાર કરી રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ નજીક વહેલી સવારે પહોંચ્યું હતું ત્યારે અચાનક આઇશર ટ્રકના આગળના ભાગે ધુમાડા નીકળતા ચાલક ઈમ્તિયાઝ ખાને આઇશર ઉભુ રાખી નીચે ઉત્રી તપાસ કરતા હતા તે દરમ્યાન આગ ભભુકી ઉઠતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાતા હાઇવે પર અંધાર પટ્ટ છવાતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને હલકી વેઠવી પડી હતી.હાઇવે પર ત્રકમા આગ લાગ્યા બાબતે તંત્રને જાણ કરવામાં આવતા પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આઇશરમાં આગ લાગ્યા બાબતે જાણ થતા આજુ બાજુના લોકોએ ટ્રકમાંથી દાડમની પેટીઓ ઉઠાવી લઈ ગયા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.