અડીયા ગામે બે દિવસીય દુધેશ્વર મહાદેવજીનો મેળો ચાલી રહ્યો હતો.ત્યારે મેળાના બીજા દીવસે મેળામાં રાત દિવસ મહેનત કરી 150 સ્વયંસેવકોની ટીમ સાથે સતત મેળામાં કાર્યરત રહતા અડીયા ગામના યુવાન હાર્દિકભાઈ પટેલ પર રવિવારના રોજ મેળામાં કોઈ અજાણ્યા ઇશામોએ ઓચિંતો હુમલો કર્યો હતો.જેમાં હાર્દિક પટેલને માથાના અને સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા.
મેળામાં લોકો ભેગા થઈ જતા ઘાયલ યુવાનને મોતના મુખમાંથી બચાવાયો હતો. અને શખ્સો હુમલો કરી ભાગી ગયા હતા. હાર્દિક પટેલને તાત્કાલિક પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે.હારિજ પી.એસ.આઈ આર.કે.પટેલના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા શખ્સ હાર્દિક પટેલને ઇજાઓ પહોંચાડી ગયા છે.યુવાન પાટણ દવાખાને છે જયાં ફરિયાદ લેવા જવાની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.