Short Description
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મકવાણા વરુણા હાઇવે માર્ગ ઉપર 15 ફૂટ ઊંડી ખાઈમાં ફોરવીલર ગાડી પડતા મહિલાને ગંભીર ઇજા
News Detail
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મકવાણા વરુણા હાઇવે માર્ગ ઉપર 15 ફૂટ ઊંડી ખાઈમાં ફોરવીલર ગાડી પડતા મહિલાને ગંભીર ઇજા
ફોરવીલર ગાડીનો ચાલક સંતરામપુર થી ઝાલોદ તરફ જઈ રહ્યો હતો, સામેથી આવતી મોટરસાયકલને બચાવવા જતા ગાડી ઊંડા નાળામાં ખાબકી.
ગાડી ચાલકને હાથે તથા ખભા ઉપર સામાન્ય ઇજા,જ્યારે ગાડીમાં સવાર મહિલાને પગે તથા કમરમાં ગંભીર ઈજાઓ.
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન ચાલકોની બેદરકારીના કારણે વાહન અકસ્માતોની વણથંભી વણઝાર નિરંતર ચાલુ રહેવા પામેલ છે. જેમાં આજરોજ સુખસર પાસે સંતરામપુર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર મકવાણાના વરૂણા ટેકરી પાસે એક ફોરવીલર ગાડીના ચાલકે તેના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા 15 ફૂટ ઊંડા નાળામાં ગાડી પડતાં ગાડીમાં સવાર એક મહિલાને પગે તથા કમરમાં ગંભીર ઇજાઓ પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ બપોરના બે વાગ્યાના અરસામાં સંતરામપુર થી ઝાલોદ તરફ જઈ રહેલ એક ફોરવીલર ગાડીના ચાલકે સુખસર મકવાણાના વરુણા ટેકરી પાસે સામેથી આવતા મોટરસાયકલ ચાલકને બચાવવા પોતાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા ફોરવીલર ગાડી 15 ફૂટ જેટલી ઊંડી ખાઈમાં ગાડી નંબર GJ- 23-એએન.4113 પડી હતી.જેમાં ગાડી ચાલકને હાથે તથા ખભા ઉપર સામાન્ય ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.જ્યારે આ ગાડીમાં સવાર મહિલાને પગે તથા કમરમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સહકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.અને જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલા ને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જોકે મારુતિ જેવી ગાડી 15 ફૂટ ઊંડી ખાઈમાં પડવા છતાં કોઈ જાનહાની નહીં થતા હાશકારો અનુભવાયો હતો.
અકસ્માત ગ્રસ્ત ફોરવીલર ગાડીના ચાલકને પૂછતા તેઓએ તેમનું નામ પઠાણ અબ્દુલહક ખાન હનીફખાન તથા ગાડીમાં સવાર મહિલા સાકીરાબાનું ખુશીફભાઈ પઠાણ હોવાનું જણાવ્યું હતું. અને તેઓ સંતરામપુરના વતની હોવાનું જાણવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.