નવસારીના નેશનલ હાઈવે 48 પર ગત રવિવારે ચેઈન સ્નેચિંગનો ભોગ બનેલી મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે અને ગત રવિવારે ધોળાપીપળા ગામ પાસે સર્વિસ રોડ પર બાઈક પર જતા દંપતિનો પીછો કરી ચેઈન સ્નેચરે મહિલાના ગળામાં રહેલી સોનાની ચેઈન ખેંચી હતી. આ દરમિયાન મહિલા અને તેનો રોડ પર પટકાઈ ગયા હતા અને જેને કારણે ગંભીર ઈજાઓ થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં કોમામાં સરી પડેલી મહિલાનું મોત નીપજ્યું છે.
નેશનલ હાઇવે નં.48 પર ચેઈન સ્નેચિંગનો ભોગ બનેલા રંજનબેને બાઈક પર આવતા રસ્તામાં માથે ઓઢણી બાંધી હતી અને જેમાંથી સ્નેચરે ચેઈન ખેંચવા જતા ઓઢણી પણ હાથમાં આવી જતા રંજનબેનની ચેઈન સાથે ગળામાં બંધાયેલી ઓઢણી પણ ખેંચાઈ જતા તેઓ રસ્તા પર પટકાયા અને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેથી માથે બાંધેલી ઓઢણી એમના મોતનું કારણ બની હતી.
કોમામાં સરી પડેલા રંજનબેન 5 દિવસોની સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા અને સમગ્ર ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલની હવા ખાતા કરી મુક્યા છે. મૃતક રંજનબેનના પતિ મનસુખ પાઘડાળે કોઈ કામ કરવાને બદલે આવી લુખ્ખાગીરી કરતા યુવાનોને સખત સજા થાય એવી માંગ કરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.