દારૂબંધીને લઈને વિવાદ માત્ર ગુજરાતમાં જ થાય છે એવું નથી. બિહારમાંથી પણ અનેક એવા કિસ્સાઓ આવ્યા છે જેમાં કડક અમલવારી કરાવવા સામે પોલીસને કડવો અનુભવ થયો હોય અને બિહારમાં દારૂબંધીને લઈને જોરશોરથી પગલાં લેવામાં આવી રહ્યા છે.અને ખાસ કરીને જુદા જુદા વિસ્તારમાં પોલીસ આકરી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યમાં દારૂબંધીને કડક રીતે લાગુ કરવા માટે વહીવટીતંત્રને આદેશ આપી રહ્યા છે. પરંતુ આ વીડિયોમાં ગ્રાઉન્ડ લેવલ પર નશાબંધીને રોકવા જઈ રહેલી ટીમને લોકોનો કેવી રીતે સામનો કરવો પડે છે. એવો પુરાવો મળ્યો છે. અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બિહારનો છે.
વીડિયોમાં એક મહિલા રણચંડી બની ગઈ છે. એક હાથમાં ત્રિશુલ અને એક હાથમાં તલવાર સાથે મહિલા પોલીસ અધિકારીઓને ધમકી આપી રહી છે. દરમિયાન, મહિલા પોલીસ અધિકારીઓ સામે તલવાર ચલાવી રહી છે અને ગુસ્સે થયેલી મહિલા હાથમાં તલવાર અને ત્રિશૂળ લઈને અધિકારીઓ પર ગુસ્સે થઈ ગઈ છે. ઓફિસર કહે છે કે, હત્યાનો કેસ થશે. મહિલા કહે છે કે મારે એક યુવાન પુત્રી છે. મહિલા કહે છે કે સરકાર મને ખાવાનું આપશે? મારો માણસ બહાર છે. શું કરીશું, ચોરી કરીશું.. શું અમે મરી જઈએ?
બિહારમાં દારૂબંધી બાદ બુટલેગરનું જુથ ખૂબ જ સક્રિય થઈ ગયું છે. જે એટલા મજબૂત થઈ ગયા છે કે પોલીસ તંત્રને પણ ગાંઠતી નથી. પોલીસ ટીમ પર હુમલો કરી દે છે. અને અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. અનેક કિસ્સાઓમાં પોલીસકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.