ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ગામમાં આશાવર્કર પોતાના ઘરનાં આંગણામાં સુતી હતી, ત્યારે મધરાત્રિએ એક શખ્સે આવીને તેની છેડતી કરી હતી. આરોપીએ આવીને સુતેલી આશાવર્કરના કપડા ફાડવાનો પ્રયાસ કર્યા હતો. તેથી આશાવર્કરે બુમાબુમ કરતાં નજીકમાં જ રહેતો તેણીનો પુત્ર બચાવવા માટે દોડી આવ્યો હતો. આરોપીએ તેના પર પણ છરીથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. બાદમાં આશાવર્કરને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો અને જે મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
આ અંગે પીડિતા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તારીખ 8જુનનારોજ રાત્રે તે ભોજન કરીને ઘરનાં આંગણામાં સુતી હતી. આ દરમ્યાન મધરાત્રે 3 વાગ્યાના અરસામાં મોટા પૈયા ગામનો મુકીમ સાલે સમા નામનો શખ્સ ઘરનાં આંગણામાં ઘુસી આવ્યો હતો અને સુતેલી પરિણીતાના કપડાં ફાડવાની કોશિષ કરવા લાગ્યો હતો.અને તેથી પીડિતાએ બુમાબુમ કરતાં નજીકમાં આવેલા મકાનની બહાર સુતેલો તેણીનો પુત્ર દોડી આવ્યો હતો અને તેણે મુકીમને પકડી લીધો હતો. જોકે આ દરમ્યાન મુકીમ અને પીડિતાના પુત્ર વચ્ચે ઝપાઝપી થઇ હતી ત્યારે મુકીમે પીડિતાના પુત્ર પર છરીથી હુમલો કરતાં ડાબા હાથે ઇજા પહોંચાડી હતી.
ઘટનાને પગલે નજીકમાં રહેતા અન્ય લોકો જાગી ગયા હતા અને તેઓ પણ દોડી આવ્યા હતા. જેને પગલે આરોપી ડરી ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ પીડિતાને મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપી અવાર-નવાર ગંદા ઇશારા કરીને તેની પજવણી કરતો અને સંબંધ રાખવા માટે કહેતો હતો.અને ખાવડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.