પાકિસ્તાનના યુવક ને પિતા સાથે ઝધડો થતાં પાકિસ્તાની યુવક સીમા ઓળંગી ભારત આવી ગયો

બીએસએફના જવાનોએ ગઈ રાત્રે બનાસકાંઠાના સાંતલપુર પાસે બાલાસર પોલીસ મથકની હદમાં કુડા છાપરિયા રોડ પરથી એક પાકિસ્તાની યુવકને ઝડપી લીધો છે અને આ યુવકને તેના પિતા સાથે ઝધડો થયો હતો. જેના પગલે તે રિસાઈને સીમા ઓળંગીને બનાસકાંઠા આવી ગયો હતો.

બીએસએફના ટોચના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે , ગઈરાત્રે પેટ્રોલિંગ દરમિયાન એક યુવક કુડા છાપરિયા રોડ પરથી મળી આવ્યો હતો અને જેના પગલે તેની પૂછપરછ કરતાં તેનું નામ ગુમાનો હોવાનું જાણવા મળ્યુ હતું. તે તેના પિતા સાથે ઝધડો કરીને નીકળી ગયો હતો પાકિસ્તાનના નાગરપારકર વિસ્તારમાં ઉધેરનો વતની છે અને આજે સવારે બીએસએફના સીનીયર અધિકારીઓએ વાયરલેસ પર પાક રેન્જર્સનો સંપર્ક કરીને આ ગુમાનો નામના યુવકે સોંપી દીધો હતો.ગત 5મી જાન્યુ.એ પણ બીએસએફ દ્વારા આ રીતે એક પાક નાગરિકને પરત સોંપી દઈને માનવીય વલણ અપનાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.