રાજેસ્થાની યુવકે સુરતમાં ખેલી નાખ્યો ખુની ખેલ.. ભાભી પર ઉપરાઉપરી..

રાજયમાં તો હવે ક્રાઈમનાંં કેસોમાં સતત વધારો થતો જાય છે. ત્યારે સુરતનાં ગોડાદરામાં દિયરે ભાભી વચ્ચે પણ ખુની ખેલ ખેલ્યો હોવાની ધટના સામે આવી છે . મકાન – દુકાન અલગ કરવાની જીદમાં આ ખેલ ખેલ્યો હોવાનું સામે આવ્યું હતું. રાજસ્થાની યુવકે ભાભીને કાતરનાં ૧૫ ધા મારી મોતને ધાટ ઉતારી દીધી હતી.

આ ધટના વહેલી સવારે દૂધ લઈને પરત ફરેલા ભાભીને ઉપરાઉપરી ધા ઝીંકી દીધાં હતાં.સપ્તાહ દરમિયાન પહેલાં નાનાભાઈ દુકાન અલગ કરવાની વાત કરી. હરિરામ વતનથી પત્ની અને પુત્રને લઈને આવી દુકાનમાં ઉપરનાં ભાગે આવેલ રૂમમાં રહેવાની પણ વાત કરી હતી.જો કે જેઠારામે અને તેની પત્નીએ છુટા પડવાનો ઇન્કાર કર્યો હતો. જેથી ઝધડો કરી હરિરામ ગત તા.૧૧મીએ વતન ચાલ્યો ગયો હતો.અને અઠવાડિયા પછી પરત ફર્યા હતો.

પછી મંગળવારે વહેલી સવારે છ વાગે અગ્રાબેન દુધ લઈને પરત ફર્યો હતાં. ધરમાં સૂતેલા હરિરામે અચાનક જાગીને રસોડામાં જઈને ભાભી પર કાતરનાં ઉપરાઉપરી ધા મારી દીધાં હતાં અને ત્યાંથી ભાગી ગયો હતો.લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતાં.

ત્યારબાદ તો હરિરામ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. જયાં હાજર પોલીસ કમીઁઓ સમક્ષ ‘મૈંને ભાભી કો મારા’ બોલતો હતો. ત્યાર બાદ પોલીસે હત્યાનો ગુનોં નોંધી આરોપીની અટક કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.