વિસાવદર ના યુવકે પ્રેમિકાના વિરહમાં ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત

વિસાવદરના ખોડીયારપરામાં રહેતો યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે સતાધારના રેલવે ફાટક નજીક યુવકનો ટ્રેનમાં કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે યુવાને પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે મૃતકની પ્રેમિકાએ કાલે આપઘાત કર્યો હતો જ્યારે આજે તેના વિરહમાં પ્રેમીએ આપઘાત કરી લીધો છે

News Detail

વિસાવદર સતાધાર રેલ્વે ટ્રેક પર બપોરના ત્રણ વાગ્યા આસપાસ પસાર થતી ટ્રેનમાં ગૌતમ લાભુભાઈ ખાવડીયા ઉંમર વર્ષ 19 નામના યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો મૃતક યુવાન બપોરનો ઘરેથી ચાલ્યો ગયો હોય જેથી તેના ભાઈ દ્વારા તેના પિતાને જાણ કરવામાં આવી હતી મૃતકના પરિવારજનો તેની શોધખોળ કરતા હતા તેવામાં ફરી સાંજના સમયે 6:00 વાગ્યા આસપાસ પસાર થતી ટ્રેનના ચાલકને અચાનક રેલ્વ ટ્રેક પર યુવકની કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ ધ્યાનમાં આવ્યો હતો. ટ્રેન ના ચાલકે ટ્રેન રોકી મૃતક યુવાનનો મૃતદેહ એકઠો કરી વિસાવદર લાવવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં તેની ઓળખ થઈ હતી અને તેના પરિવારજનોને બોલાવી તે અંગે જાણ કરવામાં આવી હતી મૃતકના પિતાએ જણાવ્યું હતું કે મૃતક યુવાન ગૌતમે આ અગાઉ પણ પ્રયાસ કર્યો હતો પરંતુ સમજાવટથી તે બચી ગયો હતો સુત્રોના જણાવ્યા પ્રમાણે ગાયકવાડી ખાંભા પંથકની તેમની જ્ઞાતિની યુવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો અને આ યુવતીએ ગઈકાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાનની પ્રેમિકાના આપઘાતની ઘટનાના વિરહમાં ગૌતમે પણ આપઘાત કર્યો હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે આ સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને પ્રેમી પંખીડા એક થઈ શકે તેમ ન હોવાથી પહેલા યુવતીએ અને બાદમાં યુવકે આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.