જૂનાગઢ શહેરમાં બે શખ્સોએ એક યુવાન પર લાકડી વડે કર્યો હતો હુમલો તથા ગાળો ભાંડી મારવાની ધમકી પણ આપી હતી આ યુવાનને ઇજા પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી આ બંને શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
News Detail
જૂનાગઢમાં રહેતા એક યુવાન પર કોઈ વાતને લઈ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો હતો અને આ યુવાનને ઇજા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી અને ગાળો પણ ભાંડી હતી. જેથી બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી આ બનાવ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરમાં રહેતા પિનાક ભાઈ મહેશભાઈ ચૌહાણ એ નોંધાવેલી ફરિયાદ મુજબ પીનક ભાઈએ આરોપીને સમાધાન કરી લેવા તથા પોતાના લગ્ન સંબંધ બાબતે કહેતા વિજય ચૌહાણ અને મહેશ ચૌહાણ બે શખ્સ પિનાકભાઈ પર ઉશકેરાઈ ગયા હતા અને પિનાકભાઈને ગાળો ભાંડી હતી અને વિજયે પિનાક પર લાકડીના બે ઘા કર્યા હતા અને ઇજાઓ પહોંચાડી હતી તેમજ વિજય ચૌહાણ અને મહેશ ચૌહાણ બંનેએ પિનાક ભાઈને મારવાની ધમકી પણ આપી હતી પિનાકભાઈ ને ઈજા પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેથી આ બંને શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી તથા વધુમાં વધુ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.