મહેસાણાના એક ગામમાં 42 વર્ષીય એક વ્યક્તિને બુધવારે હિન્દુ મંદિરમાં લાઉડસ્પીકર વગાડવા માટે માર મારીને હત્યા કરી દેવામાં આવી.અને કહેવામાં આવી રહ્યું છે કે માર મારનારા લોકો તેના જ સમુદાયના કેટલાક સભ્ય હતા. એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે ગુજરાતના મંદિરમાં લાઉડસ્પીકર વગાડવાને લઈને હિંસા થઈ છે. મહેસાણાની લાઘણજ પોલીસે જણાવ્યું કે મૃતક જસવંતજી ઠાકોર દહાડી મજૂર હતો. પોલીસે જસવંતના મોટા ભાઈ અજીતના નિવેદનના આધાર પર ગુરુવારે સદાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકર, બાબુજી ઠાકરો, જયંતીજી ઠાકોર, જાવનજી ઠાકોર અને વિનુજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
લક્ષ્મીપરા ગામના મુદરડા તેબાવલો ઠાકોરવાસના રહેવાસી અજિતે જણાવ્યું કે ઘટના બુધવારે સાંજે 7 વાગ્યે થઈ. જસવંત અને હું પોતાના ઘર પાસે મેલડી માતાના મંદિરમાં આરતી કરી રહ્યા હતા. અમે લાઉડસ્પીકર પર આરતી કરી રહ્યા હતા. એ સમયે સદાજી અમારી પાસે આવ્યો અને અમને પૂછ્યું કે આટલી જોરથી લાઉડસ્પીકર કેમ વગાડી રહ્યા છો. અજિતે જણાવ્યું કે અમે આરતી કરી રહ્યા છીએ.અને સદાજી નારાજ થઈ ગયા અને લાઉડસ્પીકર વગાડવા માટે અમને ગાળો આપવા લાગ્યા.
FIR મુજબ જ્યારે બંને ભાઈઓએ તેનો વિરોધ કર્યો તો, સદાજી પોતાના સહયોગીઓને બોલાવ્યા અને 5 લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા. અજિતે પોલીસને જણાવ્યું કે 5 લોકો લાકડીઓ લઈને આવી રહ્યા હતા, જેનાથી તેમણે અમારા બંને પર હુમલો કર્યો. અમારા 10 વર્ષીય ભત્રીજાએ પોતાની માતાએ ફોન કર્યો, જેણે પોલીસને ઝઘડાની જાણકારી આપી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જસવંતનું મોત થઈ ગયું અને જ્યારે અજીતના ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે.
આ ઘટના ઘટી તે વખતે આ બંને ભાઈઓ એકલા જ ઘરે હતા, ભાણેજ અન્ય જગ્યા ઉપર હોવાથી તે હુમલાનો ભોગ બનતા બચી ગયો હતો.અને આ ઘટના બન્યા બાદ ભાણેજને જાણકારી મળતા આ વાત માતા હંસાબેનને કરી હતી. હંસાબેને 100 નંબર ઉપર પોલીસને ઘટનાની માહિતી આપતા લાઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવી અને ઇજાગ્રસ્ત બંને ભાઇઓને 108ની મદદથી મહેસાણા સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
જોકે, ઇજાઓ ગંભીર હોવાથી બંને ભાઇઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રેફર કરાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં લાંઘણજ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.અને 2 મેના રોજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં 30 વર્ષીય ભારત રાઠોડ પર પણ હુમલો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે મંદિરમાં લાઉડસ્પીકર વગાડી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.