સેલ્ફીનાં ચકકરમાં યુવતી તળાવમાં ગરકાવ, બચાવવા ગયેલ યુવક પણ ડૂબ્યો..

ભાવનગરમાં શિહોરનાં ગૌતમેશ્ચર તળાવમાં યુવક અને યુવતી ડૂબી ગયાં હોવાની ધટના સામે આવી છે.

ગૌતમેશ્ચર તળાવ ખાતે સેલ્ફી લેવા જતાં એક યુવતીનો પગ લપસી ગયો હતો. યુવતીનો પગ લપસતાં તે તળાવનાં પાણીનાં ગરકાવ થઈ હતી.

એક યુવાને ડૂબી રહેલી યુવતીને બચાવવા તળાવમાં છલાંગ લગાવી હતી. પરંતુ યુવતી પાછળ છલાંગ લગાવનાર યુવાન પણ પાણીમાં ગરકાવ થયો હતો.

ગૌતમેશ્ચર તળાવે ફરવા ગયાં હતાં તે દરમ્યાન દુધઁટના બની હતી. ફાયર વિભાગ દ્નારા પાણીમાં ગુમ થયેલાં યુવક અને યુવતીની શોધખોળ હાથ ધરાઈ છે.

યુવક અને યુવતી ડૂબ્યાનાં સમાચાર થોડીવારમાં જ આસપાસનાં વિસ્તારમાં ફેલાઈ ગયાં હતાં. લોકોનાં ટોળા ઉમટી પડ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.