સુરતથી ડોનેટ લાઈફ દ્નારા એક યુવતીને મળ્યું નવું જીવનદાન

સુરત (SURAT) ખાતે રહેતાં અને ઓનલાઈન વેચાણનાં (ONLINE SALES) વ્યવસાય સાથે સંકળાયેલા પ્રયાગ (PRAYAG) તા. 7 નવેમ્બરનાં રોજ મુંબઈથી (MUMBAI) પોતાનાં મિત્રો સાથે મોટરકારમાં (MOTORCAR) સુરત આવી રહ્યો હતો ત્યારે મોટરકારનું ટાયર (TIRES) ફાટતાં ડીવાઈડર સાથે અથડાતાં પ્રયાગને માથામાં (HEAD) ઈજા થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં (HOSPITAL) ખસેડવામાં આવ્યો હતો.

સુરતની યુનિટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો. ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમં કરોડરજ્જુના મણકાંમાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું.

નવું જીવનદાન! સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના

તા. 15 નવેમ્બરનાં રોજ યુનિટી હોસ્પિટલનાં ડોકટરો દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 35 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી 30 વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી 36 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી 29 વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા 23 વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.