વડોદરામાં પેઇન ગેસ્ટ તરીકે સાથે રહેતી યુવતીઓ પૈકી એક યુવતી પોતાના બોયફ્રેન્ડને બોલાવી મોડી રાત સુધી વાતો કરતી હતી. આ બાબત અન્ય બે યુવતીઓને પસંદ ન પડતા બોયફ્રેન્ડને બોલાવનાર યુવતી સાથે ઝઘડો થયો હતો.અને અભયમ ટીમે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં પિઝા હટમાં નોકરી કરતી ગીતા (નામ બદલ્યું છે ) ને રહેવાની સગવડ ન હોવાથી ઓએલએક્સ પર રેન્ટ પર ફ્લેટ શોધી રહી હતી.અને જ્યાં એક યુવતી 2 વર્ષથી એકલી રહેતી હતી. જેઓને ભાડામાં સવલત મળે એ હેતુથી બીજી 3 યુવતીઓને સાથે રાખી હતી.આથી જેઓ એકબીજાના મિત્ર બની રહેતા હતાં. જેમાંની એક યુવતી ખુશી (નામ બદલ્યું છે) અવારનવાર પોતાના બોયફ્રેન્ડને રૂમ પર લાવતી હતી. જે અન્ય યુવતીઓને પસંદ ન હતું. આ બાબતે તેઓએ ખુશીને જણાવ્યું હતું કે, તારે અમારી સાથે રહેવું હોય તો તારા બોયફ્રેન્ડને રૂમ પર લાવવો નહીં. તેમ છતા તેનો બોયફ્રેન્ડ રૂમ પર આવી ખુશી સાથે મોડી રાત સુધી વાતચીત કરતો હતો. જેથી અન્ય યુવતીઓ પરેશાન થઇ ગઇ હતી.
મોડી રાત્રે આ બાબતને લઇને તેઓ વચ્ચે ઝગડો થયો હતો અને જેમાં ખુશીનો બોયફ્રેન્ડ પણ ઝઘડામાં પડતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી અન્ય યુવતીઓએ ખુશીને અત્યારે જ રૂમ ખાલી કરવા તાકીદ કરતા તેઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગી હતી. તુરંત જ અભયમ ટીમ રૂમ ઉપર પહોંચી ગઈ હતી અને તેઓનું અસરકારક કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપવામાં આવેલ કે સાથે રહેવું હોય તો એક્બીજાને અનુકૂળ બની રહેવું જોઈએ. આપણા કોઇ વ્યવહારથી અન્ય પાર્ટનર ડિસ્ટર્બ ન થાય તેની કાળજી લેવી જોઈએ અને એક સારા મિત્રો બની સાથે રહેવું જોઇએ.
ખુશીને પણ પુરુષ મિત્ર સાથે મર્યાદા પૂર્વક રહેવા અને રૂમ પર ન બોલાવવા જણાવ્યુ હતું. અને અન્ય મિત્રોને પણ ખુશીને સુધરવા માટે એક તક આપવા જણાવતાં તેઓ સહમત થયા હતા. મોનાને પણ પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી મારી કોઈ ફરિયાદ નહીં આવે તેની ખાતરી આપતા તમામ વચ્ચે સમાધાન કરાવી મૈત્રીપૂર્વક સાથે રહેવા સંમત થયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.