રાજકોટ શહેરમાં પત્ની બાદ પતિએ પણ આપઘાત કર્યો. પત્નીના વિયોગમાં પતિએ પણ આપઘાત કર્યો. રાંદરડા તળાવમાંથી લાપતા પતિની લાશ મળી આવી છે.અને શુક્રવારના રોજ પત્નીની લૌકિક ક્રિયા પૂર્ણ કર્યા બાદ શનિવારથી પતિ લાપતા હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.
રાજકોટમાં પત્નીના મોત પછી પતિ એકાએક લાપતા થયા પછી આજે પતિની રાંદરડા તળાવમાંથી લાશ મળી આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતી પત્ની શિતલ ચનિયારાની ગત ૧૩ તારીખે શાપર નજીકથી એસિડ પીધેલી હાલતમાં મળી આવેલ અને સારવારમાં મોત થયેલ.અને શુક્રવારે પત્નીની ધાર્મિક વિધિ પૂરી થયા બાદ શનિવારે સવારે ધરે મહેશ ચનીયારા લાપતા થઈ ગયો હતો.
યુવકના પરિવારજનોએ થોરાળા પોલીસને જાણ કરી હતી. આજ રોજ રાંદરડા તળાવમાંથી લાશ મળી આવતા પોલીસે તપાસ કરતા લાશ ગુમ થયેલા મહેશ ચનિયારાની નીકળી અને પત્નીના વિયોગમાં આપઘાત કરી લીધા હોવાનું પ્રાથમિક તારણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.