પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે સવારે પોણા છ વાગ્યાના આસપાસ સિવિલ હોસ્પિટલના ઓનડયૂટી કેઝ્યુલિટી મેડિકલ ઓફિસરને એફ-૨ (સર્જરી) વોર્ડમાંથી ફોન કરી બનાવની જાણ કરવામાં આવી હતી. શનિવારે સવારે વોર્ડના બાથરૂમમાં મયુર પટેલ નામના દર્દીની બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં બનાવની જાણ કરાઈ હતી. ત્યારબાદ ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
મૃતક મયુર પટેલને સ્વાંદુપીડની સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શનિવારે સવારે તેણે કોઈ અકળ કારણસર આપધાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું છે અને બનાવને પગલે વોર્ડના અન્ય દર્દી અને સંબંધીઓમાં ગભરાટ ફેલાયો હતો જેને લઈને બનાવ અંગે ખટોદરા પોલીસ મથકના હે.કો. યોગેશભાઈએ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.