આ તો 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે: વિજય રૂપાણી

ગુજરાતમાં પેટા ચૂંટણીના પરિણામો આવવાની થોડી જ વાર છે. હાલમાં આઠેય બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને સી.આર પાટીલ પણ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.

આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આગળ હોવાથી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કમલમ ખાતે ઢોલ નગરા વાગ્યા હતા. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમ ખાતે ચારેબાજુ ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

ગાંધીનગરના કમલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આઠે આઠ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આગળ હોવાથી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કમલમ ખાતે ઢોલ નગરા વાગ્યા હતા. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા.

કમલમ ખાતે ચારે બાજુ ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ‘પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.