અમદાવાદઃ શનિનું નામ પડતા જ લોકો ગભરાવવા લાગે છે. તેમના મનમાં જુદા જુદા વિચારો આવવા લાગે છે. માનવામાં આવે છે કે જેના પર પણ શનિનો અશુભ પ્રભાવ પડે છે. તેમને અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યોતિષના મત મુજબ શનિ દેવ જેના પર પણ પોતોની દષ્ટિ પાડે છે. તેના બધા જ કામ બગડવા લાગે છે. તેઓ આર્થિક પરેશાની અને બીમારીઓથી ઘેરાઇ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને દંડાધિકારી અને કર્મફળ દાતા કહેવામાં આવ્યાં છે. શનિ દેવ ન્યાયના દેવતા છે. જે સારા કર્મનું શુભ ફળ અને ખરાબ કર્મ માટે દંડ આપે છે.
મહેનતુ લોકો પર રહે છે શનિની કૃપાઃ જે લોકો મહેનત કરીને જીવન નિર્વાહ ચલાવે છે. એવા લોકો માટે શનિ ન્યાયપ્રિય બનીને શુભફળ આપે છે. બધા જ ગ્રહમાં શનિદેવ સૌથી ધીમી ચાલ ચાલતા દેવતા છે. તે અઢી વર્ષમાં તેમની રાશિ બદલે છે. શનિ રાશિ બદલતા 12 રાશિમાંથી કેટલીક રાશિમાં સાડાસાતી (સાડા સાત વર્ષની પનોતી)તો કેટલીક રાશિ પર ઢૈય્યા ( અઢી વર્ષની પનોતી) લાગી જાય છે. શનિની સાઢાસાતી લાગતા વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ એવા લોકોને વધુ કષ્ટ નથી આપતા જે ખૂબ મહેનતુ હોય છે. મહેનતુ લોકોની રાશિમાં સાડાસાતી આવવા છતાં પણ તેમને શનિદેવ વધુ તકલીફ નથી આપતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.