દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ચીન મુદ્દેના નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટી જોરદાર રોષે ભરાઈ છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ મનમોહન સિંહના નિવેદનને શબ્દોની રમત ગણાવી હતી અને પલટવાર કરતા કહ્યું હતું કે, તેઓ (મનમોહન સિંહ) એવી પાર્ટી સાથે સંકળાયેલા છે જેની સરકાર સમયે ભારતે લડ્યા વગર જ જમીન સરેન્ડર કરી દીધેલી.
જેપી નડ્ડાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જવાબ આપતી અનેક ટ્વિટ કરી છે. મનમોહન સિંહે પોતાના લેખિત નિવેદનમાં ચીન વિવાદ મુદ્દે વડાપ્રધાન મોદીને સલાહ આપતા કહ્યું હતું કે, જુઠાણાના આડંબર વડે સત્યને સંતાડી ન શકાય. તેમણે વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને આ પ્રકારની અનેક ટિપ્પણીઓ કરી હતી જેનો જવાબ આપવા જેપી નડ્ડા મેદાનમાં ઉતર્યા છે. નડ્ડાએ મનમોહન સિંહના નિવેદનને શબ્દોની રમત ગણાવીને કોઈ ભારતીય તેના પર વિશ્વાસ નહીં કરે તેમ કહ્યું હતું
સાથે જ કટાક્ષ કર્યો હતો કે, આ એ જ કોંગ્રેસ છે જેણે હંમેશા આપણા સુરક્ષાદળોને લઈ સવાલ કર્યા છે અને સેનાને ડિમોરલાઈઝ કરી છે.
ભારતીય જમીન ચીનને સરેન્ડર કરી
નડ્ડાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ડો. મનમોહન સિંહ એ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે જેણે 43,000 કિમીનો ભારતીય હિસ્સો ચીનને સરેન્ડર કરેલો છે. યુપીએ સરકાર સમયે ખરાબ રણનીતિને પગલે લડ્યા વગર જ જમીન સરેન્ડર કરી દેવાઈ હતી.’ વધુમાં તેમણે લખ્યું હતું કે, ભારત સંપૂર્ણપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે અને તેમનું સમર્થન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.