આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ઘણા એવા મંત્રો છે જેના જાપ કરવાથી જ જીવનના તમામ દુઃખો દૂર થાય છે. સામાન્ય માણસથી લઈને દેવો પણ કેટલાક ખાસ મંત્રોનો જાપ કરતા હોય છે જેના કારણે તેમની શક્તિ સુખ અને વૈભવમાં વધારો થતો હોય છે. આજે અમે તમને એક એવો જ મંત્ર જણાવીશું જેના દ્વારા તમે પણ તમારા સુખ અને વૈભવમાં વધારો કરી શકો છો સાથે ધન સંપત્તિ પણ તમને પુષ્કળ મળશે અને બુદ્ધિમાં પણ વધારો થશે.
આજે અમે તમને જે મંત્ર વિશે જણાવવામાં છીએ તે છે ગાયત્રી મંત્ર “ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુવરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત” આ મંત્રને મહામંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંત્ર ખુબ જ સિદ્ધ મંત્ર છે. જેના જાપ કરવાથી જ તમામ કષ્ટો દૂર થાય છે, જીવનમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. આ સિવાય આ મંત્રને બુદ્ધિ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો જાપ કરવાથી વિદ્યાર્થીઓની બુદ્ધિમાં પણ વધારો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.