આ એક વ્યક્તિનાં વિરોધનાં કારણે PM મોદીની યોજના આખા દેશમાં લાગૂ ન થઇ શકી

પશ્ચિમ બંગાળના કારણે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્તિમ (PM-Kisan) સમગ્ર દેશમાં લાગૂ થઇ શકી નથી. દિલ્હી, સિક્કિમ અને લક્ષદ્વિપની સરકાર પણ અહિંયાના ખેડૂતોને તેનો ફાયદો લેવા દીધો નહી. પરંતુ હવે આ સરકારો પણ માની ગઇ અને આ રાજ્યોમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની મદદ મળી રહી છે. પરંતુ આ મામલામાં મમતા બેનર્જીની સરકાર ટસથી મસ નથી થઇ રહી. પશ્ચિમ બંગાળ સરકારે શરૂથી જ નરેન્દ્ર મોદી સરકારની આ યોજનાનો બહિષ્કાર કર્યો છે. જ્યારે ત્યાં 71.23 લાખ ખેડૂત પરિવાર છે, જેમાથી 96% નાના અને સિમિત પરિવાર છે. બંગાળના કારણે આ યોજના સમગ્ર દેશમાં લાગૂ થઇ શકી નથી.

આ માટે 2 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુકુરથી આ યોજનાનાં બીજા ચરણની શરૂઆત કરતા કહ્યું કે, જે સરકારોએ આ યોજનાને લાગૂ નથી કરી, આશા છે કે, તેઓ પણ હવે આ વિશે વિચારશે અને લાગૂ કરશે કે આ દેશની યોજના છે અને આથી ખેડૂતોને ફાયદો થશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું કે, કેટલીક સરકાર જાણી જોઇને કિસાન સન્માન નિધિ માટે લિસ્ટ મોકલી રહી નથી.

એક બાજૂ મમાતા બેનર્જી સરકાર પોતાના ખેડૂતોને આ યોજનાથી વંચિત કરી રહી છે તો બીજી તરફ મોદી સરકારે તેનું બીજૂ ચરણ પણ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 50 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ આપી દેવામાં આવી છે. 24 ફેબ્રુઆરી 2019એ જ્યારે ગોરખપુરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી તો આ માત્ર લઘુ એવમ્ સીમાંક ખેડૂતો માટે લાગૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત 12 કરોડ ખેડૂત કવર થઇ રહ્યા હતાં. પરંતુ બાદમાં 14.5 કરોડ ખેડૂત પરિવાર તેમા જોડી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.