દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFC પોતાના ગ્રાહકો માટે તહેવારો માટે બમ્પર ઑફર લઇને આવી છે. HDFC એ દશેરા અને દિવાલી જેવા તહેવારને ધ્યાનમાં રાખીને ‘ફેસ્ટિવ ટ્રીટ’ લોન્ચ કરી છે.
આ લોન્ચિંગ વખતે HDFC બેંકના એમડીએ કહ્યુ કે, ”તમને બધાને દિવાળી. અમે ફેસ્ટિવ ટ્રીટ લોન્ચ કરી રહ્યા છે. આમાં તમને એ બધુ જ મળશે જે તમે ઇચ્છો છો. તમે બહાર જાવ તો લોકોને કહો કે એમેઝોન-ફ્લિપકાર્ટના 4 દિવસના સેલમાં શું કામ જવું? અમારી પાસે આવો, અમે તમને 3 મહિનાનું સેલ આપી રહ્યા છીએ.”
HDFC બેંક ની ફેસ્ટિવ ટ્રીટ પોતાના ગ્રાહકોને શાનદાર ઑફર આપી રહી છે. તેમા લોન, EMI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડના સિવાય શોપિંગ પર પણ ગ્રાહકોને સ્પેશિયલ ટ્રીટ આપવામાં આવી રહી છે. આ ઑફર હેઠળ સેમસંગ, મિંત્રા, યાત્રા, ઓયો, લાઇફસ્ટાઇલ જેવી લગભગ 1000 બ્રાન્ડ્સ શામેલ છે, જેમાંથી શૉપિંગ કરવા પર કસ્ટમર્સને આકર્ષિત કેશબેક આપવામાં આવશે.
બેંકના 5000 બ્રાંચ વાળા નેટવર્કને સુપરમાર્કેટમાં તબદીલ કરવામાં આવશે. અહીં આવીને ગ્રાબકો પોતાના કોઇપણ સવાલના જવાબ મેળવી શકશે, સાથે જ વિવિધ ઑફર્સનો પણ લાભ ઉઠાવી શકશે. આ ઉપરાંત ગ્રાહક બેંકના ડિજિટલ પ્લેટફોર્મ પેઝેપ અને સ્માર્ટ બાય દ્વારા પણ આ ઑફર્સનો લાભ ઉઠાવી શકશે.
આટલુ જ નહી, આ ઑફરમાં HDFC તમને આઈફોન 11 અને લક્ઝરી કાર જીતવાનો મોકો આપી રહી છે. આ ઑફર માટે તમારે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે તમારા HDFC ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી 2000 રૂપિયા કે તેથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે. આ પ્રોગ્રામ પૂરો થતા દર કલાકે એક ડેબિટ કાર્ડ અને એક ક્રેડિટ કાર્ડ વિનર પસંદ કરવામાં આવશે. બેંક એક બંપર વિનર પણ પસંદ કરશે. આ વિજેતાને મર્સિડિઝ મળશે જ્યારે બીજા બધાને આઇફોન 11 આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.