અમદાવાદ જિલ્લાના સાણંદમાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારી એસોસિયેશને એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય અનુસાર સાણંદમાં 3 મેથી 10 મે સુધી તમામ બજારો, દુકાનો અને નાના મોટા વેપારી એકમો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે હવે લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉનની પણ જાહેરાત કરવા આવી રહી છે. રાજ્યના અલગ-અલગ ગામડાઓ અને શહેરોમાં વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને કોરોના સંક્રમણને ઓછું કરવામાં તંત્રને લોકો મદદ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના એક શહેરમાં વેપારીઓ અને સ્થાનિક લોકોએ સાથે મળીને સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ ફરતા હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા 29 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે અને સાથે આંશિક લોકડાઉન પણ લાગુ કર્યું છે. આંશિક લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ શિવાય અન્ય દુકાન અને વેપાર-ધંધા બંધ કરાવવામાં આવ્યા છે. પાંચ મ સુધી રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.