લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે સૈન્ય અથડામણ બાદ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ચીની પ્રોડક્ટનો જોરશોરથી બહિસ્કાર શરૂ થઇ ગયો છે. લોકો ચીની પ્રોડક્ટની સાથે ચીની એપ્લીકેશને પણ અનઇન્સ્ટોલ કરી રહ્યાં છે.
જોકે, ભારતની ટોચની કેટલીય કંપનીઓમાં ચીનનું રોકાણ છે. તેમાં પેટીએમ, ઓલા, જોમેટો અને મેક માઇ ટ્રીપ જેવી કેટલીય કંપનીઓ સામેલ છે. એટલું જ નહીં દેશના કેટલાય સ્ટાર્ટઅપમાં ચીની કંપનીઓ રોકાણ કર્યું છે. તેને લઇને હવે પોતાનો ગુસ્સો પ્લે સ્ટોર પર જઇ ઉતારી રહ્યાં છે.
પ્લે સ્ટોર પર એપ્સને આપી રહ્યાં છે ઓછું રેટિંગ
આ ભારતીય એપ્સને પ્લે સ્ટોર પર યુઝર્સ ઓછું રેટિંગ આપી રહ્યાં છે. સાથે જ આ એપ્સની સામે સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ એપ્સની રેટિંગમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓનો દબદબો
ભારતમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓની બોલબાલા છે. દેશમાં માર્કેટશેરનો મોટા હિસ્સા પર ચીની કંપનીઓ દબદબો છે. માર્ચ 2020ના ડેટા પર ધ્યાન કરીએ તો Xiaomi, Oppo અને Vivo જેવી કંપનીઓ 73 ટકા માર્કેટ કબ્જે કરી લીધું છે.
ભારતીય એપ્સ પણ ઇન્સ્ટોલ કરી રહ્યાં છે યુઝર્સ
જે ભારતીય એપ્સમાં ચીનનું રોકાણ છે તેને યુઝર્સ અનઇન્સ્ટોલ કરી રહ્યાં છે. આ એપ્સ ચીનની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની જેવી કે Tencent, Alibaba પાસેથી રોકાણ મેળવે છે. જોકે, આ કંપનીઓના માલિક ભારતીય જ છે.
કંપનીઓ મોઢા સીવી લીધા
આ સમગ્ર મામલે પીટીએમ, જોમેટો અને ઓલા જેવી કંપનીઓ કોઇ પ્રતિક્રિયા આપી નથી. વળી ભારતમાં ચીનના સામાનનો સતત વિરોધ થઇ રહ્યો છે. હાલ યુઝર્સ પ્લે સ્ટોર પર આ એપ્સની સામે ગુસ્સો કાઢી રહ્યાં છે.
આ રહ્યું આખું લીસ્ટ
Paytm
Zomato
Make My Trip
BigBasket
Ola
Byju’s
Swiggy
FirstCry
Flipkart
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.