અમદાવાદની આરટીઓ કચેરીમાંથી સાણંદના ટોલ પ્લાઝા પર ફરજ બજાવતાં 3 RTO ઈન્સ્પેક્ટર પર ત્રણ અલગ અલગ વાહનોમાં ધસી આવેલાં 7 જેટલાં માથાભારે શખ્સોએ તમે અમારી લોકલ ગાડીઓને કેમ મેમો આપો છો તેમ કહીને મારામારી કરી સલામત ગુજરાતનાં બણગાં ફૂંકતી ભાજપ સરકારની પોલ ખોલી નાખી હતી. તકરાર દરમિયાન એક શખ્સે ધોકામાં લગાવેલાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં એક ઈન્સ્પેક્ટરને હાથના ભાગે ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ થયા હતા. જ્યારે કર્મચારીને અસ્થિભંગ સહિતની ઈજાઓ સાથે બોપલની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
માહિતી અનુસાર અમદાવાદ સાણંદ ટોલપ્લાઝા પાસે RTO અધિકારીઓ ટ્રાન્સપોર્ટનું ચેકીંગ કરતા તે દરમિયાન ઓવર લોડ અથવા તો વાહનના દસ્તાવેજ ન હોય તેવા ટ્રાન્સપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે એક ટ્રાન્સપોર્ટ સાથે રકઝક થઈ હતી. આ રકઝક દરમિયાન ત્રણ અલગ અલગ કારમાં આવેલાં અસામાજિક તત્વો દ્વારા RTO ઈન્સ્પેક્ટર ઉપર હુમલો કર્યો. હતો. ઈન્સ્પેક્ટર ચૌધરી, ઈન્સ્પેક્ટરર રોહિત અને ઈન્સ્પેક્ટર ઝાલા ઉપર માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા તિક્ષણ હથિયાર વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ઈન્સ્પેક્ટરને ગંભીર ઇજા પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.