વાયરસ બહાર ન ફેલાય તે માટે હાઈ સુરક્ષા ધરાવતી લેબમાં વાયરલ કલ્ચર તકનીક વડે અભ્યાસ
ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકો કોરોના વાયરસને અનેક લેબમાં છોડવાઓની જેમ ઉગાડી રહ્યા છે. કોરોના વાયરસથી પીડિત દર્દીઓના સેમ્પલ લઈને તેના પર લેબમાં અભ્યાસ થઈ રહ્યો છે. સાથે જ આ અભ્યાસને વ્યાપક સ્વરૂપ આપવા માટે વૈજ્ઞાનિકો SARS-CoV-2 વાયરસને એક ખાસ તકનીક વડે ઉગાડી રહ્યા છે. વૈજ્ઞાનિકો વાયરલ કલ્ચર તકનીક દ્વારા SARS-CoV-2નો અભ્યાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને અભ્યાસ દરમિયાન જે જાણકારી મળે તેનાથી વેક્સિન નિર્માણ અને સારવારમાં મદદ મળી શકે છે. ન્યૂઝીલેન્ડના એનવાયરમેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ લિમિટેડ (ESR) દ્વારા આ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
ઓટાગો યુનિવર્સિટીના પ્રોફેસર મિગુએલ ક્યૂ મતેઉના કહેવા પ્રમાણે અન્ય લેબમાં પણ ઈનએક્ટિવેટેડ વાયરલ કલ્ચરની ખૂબ માંગ હોય છે. વાયરલ કલ્ચર તકનીક પર કામ કરવા માટે હાઈ સુરક્ષા ધરાવતી લેબનો ઉપયોગ થાય છે જેથી વાયરસ બહાર ફેલાવાનું કોઈ જોખમ ન રહે. ESRમાં વાયરોલોજી ટીમના પ્રમુખ લોરેન જેલીના કહેવા પ્રમાણે વાયરલ કલ્ચર પર કામ કરવું ખૂબ પડકારજનક હોય છે. તેમણે અન્ય દેશોમાં વાયરસ પર જે કામ થયું તેનાથી તેમને ઘણું શીખવા મળ્યું તે માટે તેમની જાતને ભાગ્યશાળી ગણાવી હતી.
લોરેન જેલીના કહેવા પ્રમાણે, ‘વાયરલ કલ્ચર એ બાગકામ કરવા જેવું છે. જો તમે છોડને સારી રીતે ઉગાડી શકો છો તો સેલ્સને સારી રીતે કલ્ચર કરી શકો છો જેના દ્વારા વાયરસને આઈસોલેટ કરી શકાય છે.’ તેમણે સેલ્સનો વિકાસ કઈ રીતે થાય છે અને કઈ રીતે તેમને હેલ્ધી અને સારી રીતે રાખી શકાય તે જોવાનું હોય છે. તેમના મતે ન્યૂઝીલેન્ડમાં વાયરસ પર જે સંશોધન થઈ રહ્યું છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શેર કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.