ઈરાનમા ચાલી રહેલા નેવી સેનાના એક યુદ્ધ અભ્યાસ દરમ્યાન પોતાના જ એક યુદ્ધ જહાજ પર ભુલથી હુમલો કરી દીધો. જેના કારણે ડઝનેક લોકોની મૃત્યુ થવાની આશંકા છે.
એક સ્થાનિક રિપોર્ટ મુજબ, હુમલાના કારણે યુદ્ધ જાહાજ સમુદ્રમા ડુબી ગયુ છે. અંદાજીત 40 જેટલા નેવી સેનિકો ગુમ થયા છે. આ અકસ્માત પછી તુરંત જ રાહત કાર્ય શરૂ કરવામા આવ્યુ છે.
ઇરાને C-802 નૂર મિસાઇલથી પોતાના યુદ્ધ જાહાજ પર હુમલો કર્યો છે. ભૂલથી પોતાના જ એન્ટી શિપ ક્રુઝ મિસાઇલ છોડવાના કારણે આ અકસ્માત સર્જાયો છે.
આ ઘટનાના સોશ્યલ મિડિયા પર ઘણ વિડિયો વાઇરલ થઇ રહ્યા છે. જે વિડિયોમા ગંભીર રીતે ઘાયલ થયેલા નેવી સૈનિકો અને બચાવ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે.
જો કે, ઇરાનની સરકાર તરફથી આ ઘટના બાબતે કોઇ સત્તાવાર જાણકારી અને નિવેદન આપવામા આવ્યુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.