જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન,દાહોદના આ આ ગામમાં ગ્રામપંચાયત દ્વારા અપાયું લોકડાઉન

જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. સપ્તાહમાં 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાતથી 11 એપ્રિલ સુધી લોકડાઉન પાળવામાં આવશે.

આજથી 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનઅપાયું છે. સવારના 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે અને નિયમનો અનાદર કરનાર વેપારીને 1000નો દંડ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2640 કેસ નોંધાયા છે અને 2066 દર્દીઓ સાજા થયાં છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 621 કેસ અને ગ્રામ્યમાં 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 506 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 322 કેસ, જ્યારે ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 262 કેસ અને ગ્રામ્યમાં 45 કેસ નોંધાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.