પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહ્યુ હતુ,આ ઘટનામાં 2 પાયલટ સહિત 3 લોકો ઘાયલ થયા

ગ્વાલિયર એરપોર્ટ પર ગુરુવારે મહારાજપુરા એરબેસ પર એક પ્લેનરન વે પર લપ્સી ગયુ. આ પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહ્યુ હતુ. આ ઘટનામાં 2 પાયલટ સહિત 3 લોકો ઘાયલ થયા છે.  ગ્વાલિયર એરપોર્ટ પર મોડી રાતે હડકંપ મચી ગયો જ્યાં રેમડેસિવિરઈન્જેક્શન લઈને આવી રહેલું પ્લેન રનવે પર લપસી ગયુ.

પ્લેનમાં ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહેલા નાયબ તલાટી દિલીપ પણ સવાર હતા. આ દુર્ઘટનામાં તે ઘાયલ થયા. પોલીસ પ્રશાસને  ત્રણેય ઘાયલોને જયારોગ્ય હોસ્પિટલમાં મોકલ્યા છે. કેપ્ટન મજીદ અખ્તરના પગના અંગુઠા પર ઈજા પહોંચી છે, કો પાયલટ શિવશંકરના જડબામાં ફેક્ચર થયું છે અને નાયબ તલાટીને ઈજા પહોંચી છે.

ગ્વાલિયર કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. સમાચાર મળતા જ એસડીએમ અનિલ બનવરિયા પણ હોસ્પિટલમાં પહોંચી ગયા

ગ્વાલિયરમાં 2 મહિના પહેલા 17 માર્ચે એક વિમાન દુર્ઘટના બની હતી. મહારાજપુરા એરબેસ પર એરફોર્સના મિગ 21 બાયસન ક્રેશ થઈ ગયુ હતુ. તે ઘટનામાં પાયલટ આશીષ ગુપ્તા શહીદ થઈ ગયા હતા.  ફાયટર મિગ વિમાન પોતાની પ્રશિક્ષણ ઉડાન પર હતુ. રિફ્યૂલિંગ બાદ જેવું પ્લેને ઉડાન ભરી બપોરે લગભગ 12 વાગ્યે તે આગના ગોળામાં ફેરવાઈ ગયુ અને ક્રેશ થઈ ગયુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.